બોલિવૂડ માટે આજે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. એક્ટર મિથુન ચક્રવર્તીના પિતા બસંતકુમાર ચક્રવર્તીનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બસંત ચક્રવર્તી છેલ્લા ઘણા દિવસોથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. મંગળવારે બસંત ચક્રવર્તીએ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. પણ હવે મુશ્કેલી એ છે કે મિથુન ચક્રવર્તી લોકડાઉનના કારણે બેંગ્લુરુમાં ફસાયેલો છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોઈ શૂટના કારણે મિથુન બેંગ્લુરુ ગયો હતો. પણ હવે લોકડાઉનને કારણે તે ત્યાં જ ફસાયેલો છે. પિતાના નિધન અંગેના સમાચાર સાંભળી તે મુંબઈ જવા માટે પ્રયાસ કરી રહ્યો છે. તો બીજી બાજુ જણાવવામાં આવી રહ્યું છે કે કિડની ફેઈલ થવાના કારણે મિથનુના પિતાનું મોત નિપજ્યું છે.

મીડિયામાં આવી રહેલાં સમાચારો પ્રમાણે મિથુનનો પુત્ર મિમોહ ચક્રવર્તી આ સમયે મુંબઈમાં જ છે. તો મશહૂર અભિનેત્રી રિતપર્ણા સેન ગુપ્તાના ટ્વીટ બાદ જ ચર્ચાએ જોર પકડ્યું હતું. આ ટ્વીટમાં તેણે મિથુનના પિતાને શ્રદ્ધાંજલિ અર્પી તેનાં પરિવારને હિંમત આપવા માટે ઈશ્વરને પ્રાથના પણ કરી હતી. જો કે હજુ સત્તાવાર રીતે કોઈ નિવેદન સામે આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *