વડોદરામાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે ખૂબ જ આશાસ્પદ અને આનંદ દાયક સમાચાર આપ્યા છે, જેમાં તેઓએ 45 દર્દીઓ કે જે કોરોનાં પોઝિટિવ હતા તેમને રજા અપાશે તેમ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું છે કે હાલમાં આજવા રોડ પરના ઇબ્રાહિમ બાવાણી સંસ્થાન ખાતેના કોવીડ કેર સેન્ટરમાં સારવાર હેઠળના 45 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તાજેતરમાં એમના કોરાના ટેસ્ટ બે વાર લેવામાં આવ્યા અને બંને વાર નેગેટિવ આવ્યા છે. આમ,તેઓ સંપૂર્ણ સાજા થઈ ગયા હોવાથી આવતીકાલે તેમને રજા આપવામાં આવશે.એટલું જ નહિ ભવિષ્યમાં કોરોના પીડિતો ને પ્લાઝમા સારવાર આપવાની સરળતા વધે એ માટે બરોડા મુસ્લિમ ડોકટર એસોસિએશન ની મદદ થી એમને પ્લાઝમા ડોનર બનવા પ્રેરિત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.
Tags:
FightagainstCorona
Gujaratnews
Healthbuzz
hydroxychloroquine
Self quarantine
Vadodara
Vadodara news
Vijay Rupani

Leave a Reply