Oil Refinery, Chemical & Petrochemical plant abstract at night.

રાજ્યમાં કોરોનાના વધુ 228 કેસ સામે આવ્યા છે અને 5 લોકોના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1604 દર્દીઓ નોંધાયા છે. તેમજ મૃત્યુઆંક 58એ પહોંચ્યો છે. જ્યારે 94 લોકો સાજા થયા છે. આજના કેસોમાં અમદાવાદમાં 140 અને સુરતમાં 67 કેસો સામે આવ્યા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, આવતીકાલે શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને જ મંજૂરી મળશે, શહેરી વિસ્તારના કોઈપણ ઉદ્યોગને મંજૂરી નહીં મળે શહેરી વિસ્તાર બહાર આવેલા ઉદ્યોગેને તબક્કાવાર મંજૂરી અપાશે.આવતીકાલથી સચિવાલયના કર્મચારીઓનું કામ શરૂ થશે પરંતુ કર્મચારીઓને અમદાવાદથી ગાંધીનગર બોલાવાશે નહીં.શ્રમિકોની 12 કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી છે અને તે મુજબ વેતન ચૂકવવું પડશે. 6 કલાકના અંતે અડધી કલાકનો વિરામ આપવો પડશે. જ્યારે મહિલા શ્રમિકોને રાતની શિફ્ટ કરવા દેવાશે નહીં. લોકડાઉન સમયે જપ્ત થયેલા વાહનો નજીવા દંડ સાથે મુક્ત કરાશે. આ નિયમ 18 એપ્રિલ બાદ મુક્ત થનારા વાહનોને લાગુ પડશે.


અશ્વીની કુમારે આગળ જણાવ્યું કે, રાજ્ય સરકાર અન્ન સુરક્ષાધારા હેઠળ 66 લાખ કાર્ડ ધારકોના એકાઉન્ટમાં સોમવારથી રૂ. 1000 જમા કરાવશે. એપ્રિલ માસ માટે સરકાર વધારાની સહાય કરશે. આ માટે કોઇ ફોર્મ ભરવાનું રહેશે નહીં. આ નિર્ણય અંતર્ગત 20 એપ્રિલે છોટાઉદેપુર, પંચમહાલ અને મહિસાગરના કાર્ડ ધારકોના ખાતામાં રૂ.1000 જમા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *