એક ડો એક ઘૂંટવાની શરૂઆત કરી હોય તેમ નવા આવેલા મ્યુનિ. કમીશ્નર દ્વારા સમગ્ર અમદાવાદ ને એક સપ્તાહ માટે બંધ કરવાનો તઘલગી હુકમ આપ્યો છે.

આ હુકમ ભલે લોક હિત માં લેવાયો હશે પણ તો અત્યાર સુધી શુ યોગ્ય સંચાલન નોહતું થતું. એક તરફ રૂપાણી વ્યસન મુક્તિ અભિયાન ચાલુ કર્યું હોય તેમ વર્તી રહ્યા છે, એવા માં શાકભાજી, ફળ અને અનાજ પણ બંધ કરવાનો નિર્ણય ખરેખર ખતરા રૂપ સાબિત થઈ શકે છે.

અત્યારે અમદાવાદની પરિસ્થિતિ નું અવલોકન કરીયે તો રેડ ઝોન માં તો ઠીક એમ પણ મોટાભાગના લોકો શાકભાજી લેવાનું બંધ કરી ને બેઠા છે. બીજી તરફ ફળમાં થતા કાળા બજાર ,સંકમણ ના ભયને કારણે લોકો ફળ પણ નથી ખરીદતા .. એટલે કારીયાણા , નાસ્તા, થોડા થડ પીણા પર લોકો 42 ડિગ્રી માં સંયમ સાથે જીવી રહ્યા છે.

આજે અચાનક આખા અમદાવાદ ને સાત દિવસ માટે સેલ્ફ ક્વોરન્ટાઈન નો નિર્ણય લેવાયો છે, ત્યારે 40 દિવસો થી લોકડાઉન હેઠળ જીવતા લોકો ને લોકડાઉન હળવું થવાની આશા દેખાતી હતી તે ને બદલે ઊંધું થયું.

એકબાજુ સરકાર ડબ્લિંગ રેટ 12 દિવસનો થયો હોવાની વાત કરે છે , બીજી બાજુ ટેસ્ટિંગ માં ઢાંઢિયા છે, ત્યારે ખાલી લોકોને પુરી રાખવા એજ કઈ ઉપાય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *