આજવા રોડ પરના ઇબ્રાહિમ બાવાણી સંસ્થાન ખાતેના કોવીડ કેર સેન્ટરમાં સારવાર હેઠળના 45 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તાજેતરમાં એમના કોરાના ટેસ્ટ બે વાર લેવામાં આવ્યા અને બંને વાર નેગેટિવ આવ્યા છે. આમ,તેઓ સંપૂર્ણ સાજા થઈ ગયા હોવાથી આજે તેમને રજા આપવામાં આવી હતી. એટલું જ નહિ ભવિષ્યમાં કોરોના પીડિતો ને પ્લાઝમા સારવાર આપવાની સરળતા વધે એ માટે બરોડા મુસ્લિમ ડોકટર એસોસિએશન ની મદદ થી એમને પ્લાઝમા ડોનર બનવા પ્રેરિત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

આજે બસ ભરીને આ કોરોનાં સામે વિજય મેળવનાર લોકો નાગરવાડા પરત ફર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *