વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરા શહેરમાં કોરોના વાઈરસના વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વડોદરા શહેર અને જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 350 ઉપર પહોંચી ગઇ છે.આ પહેલા આજે સવારે વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓમાં વડોદરાશહેરમાં છેલ્લા 24 કલાકમાં આરોગ્ય વિભાગે એક પણ સેમ્પલ લીધુ નથી, અને એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.તેમ જણાવ્યું હતું.
વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 350પોઝિટિવ કેસ નોંધાયા
વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના 350 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોના વાઈરસથી 24 લોકોના મોત થયા છે. રોજેરોજ કોરોના વાઈરસના કેસોમાં વધારો થયો છે અને છેલ્લા 10 દિવસથી તો રોજેરોજ કોરોના વાઈરસથી મોત થઇ રહ્યા છે, ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા કોરોના વાઈરસના બુલેટીનમાં કોરોનાનો એક પણ ટેસ્ટ કર્યાં વિના જ કોરોના વાઈરસ પોઝિટિવની સંખ્યા 0 બતાવી હતી. જોકે બપોરે બાદ અચાનક જ આરોગ્ય વિભાગે 26 પોઝિટિવ કેસ જાહેર કર્યાં છે.

પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીઓને સેનેટાઇઝ કરવાની કામગીરી શરૂ કરાઇ

વડોદરા શહેરના વાડી અને વારસિયા સહિતના પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીઓને સેનેટાઇઝ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. આ ઉપરાંત પોલીસ શાકભાજી અને ફ્રૂટની લારીઓ વાળાઓને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *