રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 326 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યના કુલ કેસની સંખ્યા 4721 થયા છે. અમદાવાદમાં 267 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કોરોના વાયરસના કેસ 4721 થઇ છે. જ્યારે 22 દર્દીઓના આજે મોત થયા છે. 

કોરોનાથી રાજ્યમાં અત્યાર સુધીમાં 236 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે આજ રોજ 83 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 696 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.

આજના કુલ નવા કેસ 

અમદાવાદ

267

બનાસકાંઠા

1

બોટાદ

1

ગાંધીનગર

1

કચ્છ

1

મહીસાગર

6

પંચમહાલ

3

પાટણ

1

સુરત

26

વડોદરા

19

કુલ

326

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *