સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ સીઆર પાટીલનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ભાજપા પ્રવક્તા ભરત પંડ્યા પોઝીટીવ આવ્યા બાદ પક્ષ પ્રમુખ પાટીલ પણ પોઝીટીવ આવ્યા છે. તેેમને એપોલો હોસ્પિટલ માં સાારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના પ્રવાસ દરમિયાન સીઆર પાટીલની સાથે એક ગાડીમાં દસ દસ ભાજપા નેતાઓએ જાહેરમાં બેસી કાઢેલ સરઘસને લઈને સમગ્ર દેશમાં ભાજપાની થું થું થઇ હતી. પ્રચાર પ્રસાર માધ્યમોમાં ભાજપ અને ભાજપના નવા પ્રમુખ સામે સતાની તાકાત અને કોરોના ગાઈડ લાઈનના ઉલાલીયા સુધીના રીપોર્ટીંગ થયા હતા. જો કે એક બાદ એક નેતાઓ કોરોનાગ્રસ્ત થતા પાટીલે સૌરાષ્ટ્રના બીજા પ્રવાસને સ્થગિત કર્યો હતો. ત્યારબાદ આજે રીપોર્ટ કરાવતા ખુદ પક્ષ પ્રમુખ કોરોનાગ્રસ્ત જાહેર થયા છે. જેને લઈને વધુ એક વખત ભાજપા અને પ્રદેશ અધ્યક્ષ સામે નિશાન તાકવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *