વડોદરા: એક યુગ એવો હતો જ્યારે ‘બરોડા ક્રિકેટ’ નામ લેતાં જ આંખ સામે વિજય હઝારેની શાનદાર કવર ડ્રાઇવ, જીવન નાયડુ અને કૃષ્ણાના ઘાતક યોર્કર, ચંદ્રકાંત પંડિતની માસ્ટર-ક્લાસ સ્ટ્રોક-પ્લે અને આજના યુગમાં હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા અને દીપક હુડાના બેટ-બોલનો વિસ્ફોટક જાદુ હતો.
સન .2010થી વડોદરા ક્રિકેટ ક્ષેત્રે પૂરેપૂરું ડકઆઉટ થઈ ગયું હતું. કોઈ આંતરરાષ્ટ્રીય પીચ નહીં, BCCIની ગ્રાન્ટ્સ બંધ, કમ્પ્લાયન્સની ખામીઓથી બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)નું સ્કોરબોર્ડ મીંડુ હતું. ક્રિકેટ-પ્રેમી બરોડિયનોને મોટી મેચ જોવા મુંબઈ, અમદાવાદ કે દિલ્હીના સ્ટેડિયમમાં ટ્રેન પકડવી પડતી.
પણ સપ્ટેમ્બર 2019માં નવી ઇનિંગ શરૂ થઈ — અને આ વખતે ઓપનરે પહેલા જ બોલ પર બાઉન્ડરી ફટકારી દીધી!
પ્રણવ અમીનએ રિવાઇવલ ગ્રુપના કેપ્ટન તરીકે BCAની કમાન સંભાળી અને તરત જ મજબૂત બેટિંગ લાઇન-અપ ઊભું કરવાનું શરૂ કર્યું.736–642ના રોમાંચક માર્જિનથી જીત મેળવીને તેમણે પાવરપ્લેમાં જ મેચ પલટી નાખી. ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર કિરણ મોરના અનુભવી ડ્રેસિંગ-રૂમ માર્ગદર્શન, અને વડોદરાવાસીઓને તેમનું સ્ટેડિયમ આપવાની કટિબદ્ધતા સાથે ટીમના દરેક સભ્યના જુસ્સાએ દરેક ઓવરમાં બાઉન્ડરીઓની વર્ષા કરી દીધી
સામે હતી ખતરનાક બોલિંગ:
કોવિડ-19ની રેઈન-બાધિત ઓવરો અને સંપૂર્ણ લોકડાઉન
નાણાકીય રીતે સુકાઈ ગયેલી, તિરાડવાળી પીચ
નોકરશાહીના ઝડપી અને ઊંચા બાઉન્સર્સ
પણ રિવાઇવલ ગ્રુપે રાત-દિવસ મહેનત કરી અને, એક પણ વખત ડગમગ્યા નહીં.
અને પછી આવ્યું ઇનિંગનું સૌથી મોટું સિક્સર — કોટંબી સ્ટેડિયમ!આ ઇનિંગ શૂન્યથી શરૂ થઈ અને અદ્ભુત ઝડપે આગળ વધી:
29 એકરની સુવ્યવસ્થિત, શાનદાર રીતે ડિઝાઇન કરાયેલુ ભવ્ય સ્ટેડિયમ
35,000ની બેઠક ક્ષમતા
વર્લ્ડ-ક્લાસ ફ્લડલાઇટ્સ, ઝડપી આઉટફિલ્ડ, આધુનિક પેવિલિયન અને ચાહકો માટે પ્રીમિયમ સુવિધાઓ
કોવિડે દેશની આખી રમત થંભાવી દીધી, પણ આ ટીમે ન નો-બોલ કર્યો, ન વાઇડ આપ્યું, ન રિટાયર્ડ હર્ટ થયું.પણ સમયસર સ્ટેડિયમ તૈયાર – માત્ર પોણા ચાર વર્ષની અવિરત, અડગ બેટિંગમાં!
આજે કોટંબી ભારતના ટોપ-ઓર્ડર વેન્યુઝમાં મજબૂતીથી બેટિંગ કરે છે — સૌથી સ્વચ્છ, સૌથી પ્રભાવશાળી, સૌથી ચાહક-મૈત્રીપૂર્ણ અને દેશમાં સૌથી ઝડપથી ઉભરી આવેલું સ્ટેડિયમ!
સ્કોરકાર્ડ — અત્યાર સુધીની ધમાકેદાર ઇનિંગ્સ (25+ મેચોનું આયોજન)
ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં રન-ફેસ્ટની શરૂઆત (જાન્યુઆરી 2024થી)
ભારત વિ. વેસ્ટ ઇન્ડિઝ મહિલા ODI — ત્રણ મેચો (ડિસેમ્બર 2024) — આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો પહેલો સ્વાદ
WPL 2025 — 6 હાઇ-વોલ્ટેજ T20 મેચો
ભારત વિ. ન્યૂઝીલેન્ડ પુરુષ ODI (જાન્યુઆરી 2026) — 15 વર્ષ પછી વડોદરામાં બ્લુ બોય્ઝની ભવ્ય વાપસી
WPL 2026 — અનેક બ્લોકબસ્ટર મેચો સહિત ગ્રાન્ડ ફાઇનલ (5 ફેબ્રુઆરી 2026) — શહેરની સૌથી મોટી ક્રિકેટ પાર્ટી
જ્યાં એક સમયે બરોડિયનો મુંબઈના ગેટ પર ટિકિટની લાઇનમાં ઊભા રહેતા,આજે મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ અને દેશભરના ચાહકો કોટંબીમાં મેચ જોવા એટલા ઉત્સાહિત છે, કે ગણતરીની મીનીટો માં ટિકિટો ખલાસ થઈ જાય છે. જોકે રોયલ સત્યમેવ જયતેને તો આમાં પણ વાંધો પડે છે.
રિવાઇવલ ગ્રુપે માત્ર પીચ જ તૈયાર નથી કરી , પણ ખેલાડીઓના ભવિષ્યને પણ મજબૂત બનાવ્યું:→ એક રણજી ટ્રોફી મેચ રમનારને પણ પેન્શન (લાંબા શ્વાસનો છગ્ગો!)→ BCCI ફી ઉપરાંત વધારાની મેચ ફી (બોનસ રન)→ રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા દિગ્ગજોને યાદગાર સન્માન (સ્ટેન્ડિંગ ઓવેશન સેન્ચ્યુરી)→ ઘરેલુ ટુર્નામેન્ટ, લાઇવ સ્ટ્રીમિંગ અને ગ્રાસરૂટ્સ કાર્યક્રમોનો ધમાકો વડોદરાવાસીઓને ભેટ માં આપ્યો..
રોયલ સત્યમેવ ગ્રુપના “શૂન્ય પારદર્શિતા”ના બાઉન્સર્સનો જવાબ..
પારદર્શિતાના અભાવ ની વાત કરતા પ્રમુખ પદના ઉમેદવાર ડો દર્શન બેન્કર અને તેમની ટીમ તો ઠીક આખા વડોદરાને ખબર છે કે , ૨૦૧૯માં અજિત લેલે રોયલ જૂથમાંથી ચૂંટાયા હતા અને સેક્રેટરી તરીકે તેમણે ઉત્તમ કામગીરી કરી હતી. તેઓ રોયલ જૂથમાં હતા પણ આ વખતે તેમણે રિવાઈવલ ને સાથ આપ્યો.. જે લોકોને અજીત લેલે વિશે ઓછી માહિતી હોય તો તેમને જણાવવાનું કે તેમનું આખું જીવન ગ્રાઉન્ડ પર વિત્યું છે.. તેમના માર્ગદર્શનમાં જ વડોદરામાં દિવ્યાંગ ખેલાડીઓની ટીમ બની ,અને તેમના થકી અનેક દિવ્યાંગોના જીવનમાં ક્રિકેટના જુસ્સા જેવો જીવન માં જુસ્સો આવ્યો. શું જે. વાય લેલે જેવા દિગ્ગજ ક્રિકેટર અને ઉમદા માનવીનો પુત્ર પારદર્શિતાના અભાવને ચલાવી લે ખરા?
કોટંબીમાં ગુંજતી હજારોની ચિચિયારીઓ, સિક્સરોની વર્ષા અને ભર્યા-પૂરા સ્ટેન્ડ અબોલ છે ,બાકી તેમણે આ કહેવાતા પારદર્શિતા ના અભાવની વિરુદ્ધમાં જુબાની આપવા તત્પર હોત!
મોટા તોતિંગ બિલ્ડિંગ બનાવવા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ઊભું કરવામાં આસમાન જમીનનો ફરક છે. બંને વચ્ચે T20 અને ટેસ્ટ જેટલો તફાવત છે.
આજે કોટંબીમાં સિક્સરોની ધમાકેદાર વર્ષા થઈ રહી છે.દરેક બરોડિયનના ચહેરા પર ગર્વની ડબલ સેન્ચ્યુરી ચાલી રહી છે.અંધારું આઉટ થયું ,ફ્લડલાઇટ્સ ઝળહળી રહી છે.નિર્ભરતા આઉટ — સ્વાવલંબન નોટ આઉટ!
અમદાવાદમાં જ્યારે ઓલિમ્પિક વિલેજની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ક્રિકેટ વિશ્વમાં હવે વડોદરાની ૫૬ની છાતી છે. કોને કારણે .. તમામ બીસીએના સભ્યોને કારણે .. પણ જેમ ક્રિકેટમાં કપ્તાનનું મહત્વ હોય , તેટલુંજ મહત્વ મેળવવાના હકદાર પ્રણવ અમીન છે. અને અજિત લેલે જેવા વાઇસ કેપ્ટન.. અને માર્ગદર્શન માં કિરણ મોરે , કે જેમને આખું ભારત ઓળખે છે.. પણ અમેરિકા જેવા વિકસિત દેશને પણ ક્રિકેટ ટીમ માટે વડોદરાના કિરણ મોરે ની જરૂર પડી હતી.
આ કોઈ પૈસાથી છપાયેલ લેખ નથી.. આ છે સાચી હકીકત.. શું વડોદરાવાસીઓને કોટંબી સ્ટેડીયમ નથી દેખાતું… આજે વડોદરાના મિલેનિયલ , GENZ દર્શકોથી WPL ની ફાઇનલ ગુંજી ઉઠશે.. RCB VS DC માટે તેમની ટીમ ટીશર્ટ થી kotambi સ્ટેડિયમ ગુંજી ઉઠશે.
