કોરોના વાયરસ ઝડપથી દેશમાં પગપેસારો કરી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 હજારને પાર કરી ગઈ છે. એવામાં સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ભારત સરકાર શક્ય એટલા પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યાં છે કે, ટેલિવિઝનની સૌથી લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર તન્મય વેકરિયા એટલે કે બાઘાની સોસાયટી સીલ કરી દેવામાં આવી છે, કારણ કે ત્યાં ત્રણ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Tanmay Vekariya

કોરોનાનો કહેર સતત વધતો જઈ રહ્યો છે
મુંબઈમાં આ એક્ટરના એપાર્ટમેન્ટને કરાયું સીલ
અહીં 3 લોકો કોરોના પોઝિટિવ આવતા ફફડાટ

તમને જણાવી દઈએ કે, મળતી માહિતી પ્રમાણે મુંબઈના કાંદિવલી વેસ્ટના રાજ આર્કેડ બિલ્ડિંગમાં તન્મય વેકરિયા રહે છે અને અહીં 3 લોકો પોઝિટિવ મળતાં મુંબઈ મહાનગરપાલિકાએ આ બિલ્ડિંગ સીલ કરી દીધું છે અને મંગળવારથી ત્યાંના લોકો 14 દિવસ માટે ક્વોરંટાઈન છે. જોકે, આ 3 પોઝિટિવ લોકોની કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ ત્રણેય દર્દીઓને મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં એડમિટ કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *