ગોંડલના કોલેજ ચોકમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં એન્જિનિયરિંગ કોલેજના સંચાલકે વિદ્યાર્થીઓની ફીના પૈસા ઉપાડવા બાબતે લાકડી લઈ ધમાલ કરી હતી. તેણે શટર પાડીને કર્મચારીઓને પૂરી દીધાની ઘટના સામે આવતાં શિક્ષણજગતમાં ખળભળાટ વ્યાપી ગયો હતો.

એશિયાટિક ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંચાલક હિરેન ભાલોડિયાએ ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર બિલાલભાઈ અહમદભાઈ સિદ્દીકીએ ગઈકાલે બપોરે પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. 

બેંક મેનેજરે ફરિયાદમાં જણાવ્યું હતું કે એશિયાટિક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓના એકાઉન્ટ આ બેન્કની શાખામાં છે. જેમાં સરકાર દ્વારા ફી જમા કરાવવામાં આવે છે. એશિયાટિક કોલેજના સંચાલક હિરેન ભાલોડિયાએ બેંકમાં ધસી આવી વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં રહેલા નાણાં ઉપાડવાની માગ કરી હતી.

જે અંગે નીતિ નિયમ મુજબ બેન્ક મેનેજરેના પડતા અને વિદ્યાર્થીઓને સાથે લઈને આવવાનું જણાવવામાં આવતાં હિરેનભાઈએ માથાકૂટ કરી ગાળાગાળી કરી હતી. ખૂનની ધમકી આપી બેંકનું શટર બંધ કરી દઈ સ્ટાફને પૂરી દીધો હતો. કોલેજ સંચાલક પહેલાં ગત તા.3ના રોજ બેન્કે ગયો હતો અને બીજીવાર તા.16ના બપોરે જઈને આ ધમાલ કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *