વડોદરામાં 26 ઓગસ્ટના રોજ આવેલા પૂરે તંત્રની પોલ ખોલી નાખી છે. પુરગ્રસ્તોની સમયસર કોઈ સહાય કે જોવા પણ આવ્યું તેનો રોષ આજે ભાજપના નેતાઓ સામનો કરી રહ્યા છે. તેવામાં પાલિકાના ચેરમેને કરેલા વિવાદિત નિવેદનો બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ત્યારે હવે વડોદરાના એક નાગરિકે પૂરની સ્થિતિમાં પરિવારની ચિંતા કરતા પત્નીનું મંગળસૂત્ર અને દાગીના ગીરવે મૂકી બોટ ખરીદી છે.
શહેરના અકોટા વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ખાતે રહેતા ચિરાગ બ્રહ્મભટ્ટે મીડિયા સાથે વાત કરતા જણાવાયું કે, પૂરનું સંકટ આખા વડોદરાએ ઝેલ્યું છે. ત્યારે મારા ઘર અને સોસાયટીમાં જેટલું પાણી હતું અને કોઈ મદદ નહોતી પહોંચી. આજે પણ હું મારા ઘરમાં રહી શકતો નથી, મારા ઘર પાસે 40 ફૂટનો ખાડો છે. ઘરમાં રહેવું કઈ રીતે હજી તંત્ર તરફથી આ ખાડા અંગે કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. ભવિષ્યમાં પૂર આવે તો કોઈની ઉપર નિર્ભર રહ્યા કરતા પરિવારને આ બોટમાં સલામત સ્થળે તો ખસેડી શકશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પૂર બાદ રૂપિયાની કોઈ આવક નથી થઈ રહી, ત્યારે આજે પત્નીનું મંગળસૂત્ર અને દાગીના ગીરવે મૂકી એક લાખ ચાર હજારની લૉન લઈ બોટ બુકી કરવી લીધી છે. હાલ અહીંયા ખરીદવા માટે બોટ ઉપલબ્ધ ન હોવાથી બુક કરવી છે. આ લોનની રકમથી લાઈફ જેકેટ અને ટ્યુબની પણ ખરીદી કરશે.