Gujarat Elections 2022

જીજ્ઞેશ મેવાણી દાણી લીમડાથી તો અર્જુનભાઈ પોરબંદરથી ચૂંટણી લડશે.

By News Team

November 03, 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે જાહેર થઈ ચૂકી છે, ત્યારે silent zone માં બેઠેલી કોંગ્રેસના નેતાઓ ક્યાંથી ચૂંટણી લડે તે વિશે જાણકારી મળી છે . આ તરફ ભાજપ-કોંગ્રેસ અને આપ પણ મેદાને પડ્યા છે. તેવામાં કોંગ્રેસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસમાંથી કયા કયા નેતાઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. તો વળી માહિતી મુજબ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ આ વખતે ચૂંટણી નહીં લડે તેવી વિગતો સામે આવી છે. આ તમામ નેતાઓ ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે પ્રચારની કમાન સંભાળશે.

વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે કમર કસી છે. હાલ કોંગ્રેસની પરિવર્તન યાત્રા ગુજરાતમાં ફરી રહી છે. તેવામાં હવે કોંગ્રેસની કઈ બેઠક પરથી કયા નેતાઓ ચૂંટણી લડશે તેને લઈ સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, આંકલાવથી અમિત ચાવડા, અમરેલીથી પરેશ ધાનાણી, ખેદબ્રહ્માથી તુષાર ચૌધરી, દાણીલીમડાથી શૈલેષ પરમાર, બાપુનગરથી હિંમતસિંહ પટેલ ચૂંટણી લડશે. આ સાથે છોટાઉદયપુરના જેતપુરથી સુખરામ રાઠવા તો વડગામથી જીગ્નેશ મેવાણી ફરી ચૂંટણી લડશે. આ સાથે ઉનાથી પુંજા વંશ અને ખંભાળિયાથી વિક્રમ માડમ ફરી ચૂંટણી લડશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થઈ શકે છે. આ તરફ ભાજપ-કોંગ્રેસ અને આપ પણ મેદાને પડ્યા છે. તેવામાં કોંગ્રેસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ આ વખતે ચૂંટણી નહીં લડે તેવી વિગતો સામે આવી છે. આ તમામ નેતાઓ ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે પ્રચારની કમાન સંભાળશે.

આ નેતાઓ આ બેઠક પરથી લડશે ચૂંટણી