ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે જાહેર થઈ ચૂકી છે, ત્યારે silent zone માં બેઠેલી કોંગ્રેસના નેતાઓ ક્યાંથી ચૂંટણી લડે તે વિશે જાણકારી મળી છે . આ તરફ ભાજપ-કોંગ્રેસ અને આપ પણ મેદાને પડ્યા છે. તેવામાં કોંગ્રેસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસમાંથી કયા કયા નેતાઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. તો વળી માહિતી મુજબ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ આ વખતે ચૂંટણી નહીં લડે તેવી વિગતો સામે આવી છે. આ તમામ નેતાઓ ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે પ્રચારની કમાન સંભાળશે.
વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે કમર કસી છે. હાલ કોંગ્રેસની પરિવર્તન યાત્રા ગુજરાતમાં ફરી રહી છે. તેવામાં હવે કોંગ્રેસની કઈ બેઠક પરથી કયા નેતાઓ ચૂંટણી લડશે તેને લઈ સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, આંકલાવથી અમિત ચાવડા, અમરેલીથી પરેશ ધાનાણી, ખેદબ્રહ્માથી તુષાર ચૌધરી, દાણીલીમડાથી શૈલેષ પરમાર, બાપુનગરથી હિંમતસિંહ પટેલ ચૂંટણી લડશે. આ સાથે છોટાઉદયપુરના જેતપુરથી સુખરામ રાઠવા તો વડગામથી જીગ્નેશ મેવાણી ફરી ચૂંટણી લડશે. આ સાથે ઉનાથી પુંજા વંશ અને ખંભાળિયાથી વિક્રમ માડમ ફરી ચૂંટણી લડશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થઈ શકે છે. આ તરફ ભાજપ-કોંગ્રેસ અને આપ પણ મેદાને પડ્યા છે. તેવામાં કોંગ્રેસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ આ વખતે ચૂંટણી નહીં લડે તેવી વિગતો સામે આવી છે. આ તમામ નેતાઓ ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે પ્રચારની કમાન સંભાળશે.
આ નેતાઓ આ બેઠક પરથી લડશે ચૂંટણી
- પોરબંદરથી અર્જુન મોઢવાડિયા લડશે ચૂંટણી
- આંકલાવથી અમિત ચાવડા લડશે ચૂંટણી
- અમરેલીથી પરેશ ધાનાણી લડશે ચૂંટણી
- ખેદબ્રહ્માથી તુષાર ચૌધરી લડશે ચૂંટણી
- દાણીલીમડાથી શૈલેષ પરમાર લડશે ચૂંટણી
- બાપુનગરથી હિંમતસિંહ પટેલ લડશે ચૂંટણી
- છોટાઉદયપૂરના જેતપુરથી સુખરામ રાઠવા લડશે ચૂંટણી
- વડગામથી જીગ્નેશ મેવાણી લડશે ચૂંટણી
- ઉનાથી પુંજા વંશ લડશે ચૂંટણી
- ખંભાળિયાથી વિક્રમ માડમ લડશે ચૂંટણી