રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જો પત્રકારોના નેગેટીવ સમાચોરને પણ પોઝિટીવ લેતા હોય તો, તેમનાજ ચુંટાયેલા પ્રતિનિધોએ તેમાંથી શીખ લેવાની જરૂર છે. તાજેતરમાંજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી કહ્યું હતુ કે, મીડિયા જીવના જોખમે દોડી જ્યારે કંઇ નેગેટીવ બતાવે ત્યારે તેને હર હમેશા પોઝિટીવ લઇને ચાલવું જોઇએ, બધા સાથે રહીશું તો કામ થવાનુ છે, છતાંય તેમના ચુંટાયેલા નેતાઓ હજી પણ તેમની વાતને અનુસરતા નથી.
વડોદરાવાસીઓ કૉર્પોરેશનના સાહેબને એક માળ જેટલું પાણી ભરાઈ ગયું ,એ ખોટી વાત લાગે છે.તો જો આપની પાસે આપના વિસ્તારના ફોટો કે વિડીયો હોય તો સ્ટેન્ડિંગ કમિટી ને મોકલો જેથી તેમને ખાતરી થાય કે વડોદરામાં એક માળ સુધી પાણી ભરાયાં હતાં..
પત્રકાર જ્યારે કોઇની ટીકા કરે ત્યારે સ્વાભાવિક છે તે વ્યક્તિને માઠું લાગે, કેટલીક સમજદાર અને બુદ્ધિશાળી વ્યક્તિઓ આ ટીકાને પોતાની નિષ્ફળતા માની સ્વીકારી લેતી હોય છે. તેઓ ક્યારેય પત્રકારથી નારાજ થતા નથી ના તો તેમને ફોન કરી આડકતરી રીતે ધમકાવવાનો પ્રયાસ કરે અને જો તેઓ પત્રકારને ફોન પણ કરે તો ખાનગી રાહે પોતાની નિષ્ફળતા સ્વીકારી, હવે તેને કંઇ રીતે સફળ બનાવવું તેની ચર્ચા કરી લેતા હોય છે. પરંતુ વડોદરા મહાનગર પાલિકાના પદાધિકારી પોતાની નિષ્ફળતા સ્વીકારવા તૈયાર તો નથીજ અને તેઓ હવે પુરાવા માગે છે.
વડોદરા શહેરમાં ગત 26 ઓગષ્ટના રોજ પૂર આવ્યું તેને વડોદરા ક્યારેય નહીં ભૂલી શકે, આ પૂરના સંકટ સમયમાં ભાજપના નેતાઓ તેમના મત વિસ્તારમાં ન પહોંચી શકતા પ્રજાના આક્રોશનો સામનો કરી રહ્યાં છે. પૂરની ભાયનક સ્થિતિ પાછળ પાલિકાના અધિકારીઓ અને ચુંટાયેલા પદાધિકારીઓ જવાબદાર હોવાનુ આખું શહેર બુમો પાડીને કહીં રહ્યું છે. શહેરની સ્થિતિ જોતા સરકાર પણ જવાબાદારોથી નારાજ હોવાનુ જાણવા મળી રહ્યું છે. કારણ કે, અહીં આખી ભાજપ અને ગુજરાત સરકારને બદનામી ભોગવવાનો વારો આવ્યો છે. હવે જ્યારે આ પદાધિકારીઓને પોતાની ખુરશી જતી દેખાતી હોય ત્યારે આ પદાધિકારીઓ હાઇવે પરની કાંસોનુ નિરિક્ષણ કરવા પહોંચ્યાં, આ સમાચાર ગત રોજ watchgujarat.com દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યાં હતા.
જે બાદ વડોદરા મહાનગર પાલિકાના સ્ટેડીંગ ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીને કદાચ માઠું લાગ્યું હશે એટલે તેમણે વોટ્સઅપ કોલ કર્યો અને કહ્યું આ શું લખ્યું છે ? આવી કોઇ વાત નથી, મારે સી.એમ સાથે મનસુખભાઇ સાથે ડો. વિજય શાહ સાથે વાત થઇ ગઇ છે. મારે આવી કંઇ પડી નથી કાલે કાઢતા હોય તો આજે છોડી દઉં આવી બધી ખોટી વાત લખાવની નહીં, હું તડકામાં કામ કરૂ છું… બીજી અનેક વાતો કરી સાત મીનિટ સુધી વોટ્સઅપ કોલ પર ઉભરો ઠાલવ્યાં બાદ તેમને રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ બે વોટ્સઅપ મેસેજ કરી લખ્યું પૂર્વ વિસ્તારમાં ક્યાં એક માળ સુધી પાણી હતા તમારી પાસે પુરાવા હોય તો આપો.
તો ચેરમેન સાહેબને અમે અહીં એટલું જ કહેવા માગીયે છે કે, તમારા આ રીતે ફોન કરવાથી અમે સાચુ લખાવનુ બંધ નહીં કરીયે, અને વાત રહીં પુરાવાની તો આખું શહેર પૂરના પાણીમાં ડૂબી ગયું હતો, જો તમે સિટી, કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી બહાર નિકળ્યા હોત તો તમે આજે આ સવાલ ન કર્યો હોત.