ગુજરાત ભાજપમાં ભડકો, પોતે બનાવેલા નિયમો જ ભારે પડ્યા: દિલ્હીથી આવ્યો મોટો આદેશ

BJP Gujarat: ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખનુ નામ જાહેર થાય તે પહેલાં સંગઠનની રચનાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેના ભાગરુપે બધાં જિલ્લામાં તાલુકા વોર્ડ પ્રમુખની નિમણૂંક માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરંતુ અચાનક જ દિલ્હી હાઈકમાન્ડે ભાજપ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવા આદેશ કર્યો છે. વોર્ડ-તાલુકા ભાજપ પ્રમુખપદ માટે વયમર્યાદા ઉપરાંત ચોક્કસ નિયમો ઘડાતાં ભાજપમાં ભડકો થયો છે. આંતરિક રોષ ભભૂકતાં હવે વોર્ડ-તાલુકા પ્રમુખ માટેની વયમર્યાદા સહિત માર્ગદર્શિકામાં બદલાવ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની શોધખોળ

એક તરફ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મુદત પૂર્ણ થઈ છે. કેબિનેટમંત્રી પદ મળ્યાં બાદ પાટીલને પણ હવે ગુજરાત ભાજપના સંગઠનમાં રસ રહ્યો નથી. તાજેતરમાં પાટીલે દિલ્હીમાં ફેરવેલ પાર્ટી યોજી સંગઠનમાંથી વિદાય લેવાના સંકેતો આપી દીધા છે. બીજી તરફ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની શોધખોળ ચાલી રહી છે. ત્યારે ભાજપે સંગઠનની રચના કરવાના ભાગરુપે વોર્ડ-તાલુકા પ્રમુખની પસંદગી પ્રક્રિયા આરંભી દીધી છે.

આ પણ વાંચો: કર્ણાટકના પૂર્વ CM એસ.એમ. કૃષ્ણાનું નિધન, ઈન્દિરા ગાંધીથી લઈને મનમોહન સિંહ સરકારમાં રહ્યા મંત્રી

યુવાઓને સસ્તી રાજનીતિમાં રસ નથી

આ વખતે ભાજપે એવા નિયમો ઘડ્યો છે કે, બે વખત સક્રિય સભ્ય હોય તે જ વોર્ડ અને તાલુકા પ્રમુખનો દાવેદાર થઈ શકશે. સાથે સાથે 40 વર્ષથી વધુ વયના કાર્યકર પ્રમુખપદ માટે ફોર્મ ભરી શકશે નહીં. આ કારણોસર ભાજપને સક્ષમ વોર્ડ અને તાલુકા પ્રમુખ મળવા અઘરાં બન્યાં છે. બીજુ કે, યુવાઓને સસ્તી રાજનીતિમાં રસ રહ્યો નથી. ભાજપાન ચૂંટણી અધિકારીઓ પણ વિમાસણમાં મૂકાયાં છે. જો સંગઠન પર પક્કડજમાવવી હોય તો 50થી વધુ વયના લોકોને વોર્ડ-તાલુકા પ્રમુખપદની કમાન  સોપવી પડે. જો આવુ ન થાય તો સંગઠનના કાર્યક્રમથી માંડીને ચૂંટણીમાં ધાર્યુ પરિણામ મળી શકે તેમ નથી. આ જોતાં ભાજપે ઘડેલી માર્ગદર્શિકાનો અંદરખાને ભારે વિરોધ થઈ રહ્યો છે.

60 વર્ષની વયમર્યાદા કરવી પડે તેવી દશા

બે દિવસમાં જ વોર્ડ- તાલુકા પ્રમુખ માટે જેમણે દાવેદારી નોંધાવી છે તે મુદ્દે ચૂંટણી અધિકારી ભાજપના કાર્યકરોનો અભિપ્રાય મેળવવાનો હતો. આ અગાઉ અચાનક જ દિલ્હીથી આદેશ છૂટતાં જ વોર્ડ-તાલુકા પ્રમુખની પસંદગી પ્રક્રિયા રોકી દેવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, સક્ષમ પ્રમુખ ન મળતાં નાછૂટકે ભાજપે વોર્ડ-તાલુકા પ્રમુખની વયમર્યાદા 40થી વધારી 60 વર્ષ સુધી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. આમ વયમર્યાદા સહિત અન્ય નિયમો ઘડાતાં ભાજપમાં આંતરિક રોષ ભભૂક્યો છે પરિણામે વોર્ડ-તાલુકા પ્રમુખની પસંદગી પ્રક્રિયા રોકવી પડી છે.

author avatar
News Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *