આઝાદીના ૭૫ વર્ષે પણ આવું બને છે.. અને ભાજપ વિકાસના ફાંકા મારે છે

વડોદરા શહેરમાં વહેલી સવારથી સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરમાં પુર જેવી સ્થિતિ ઉભી થઇ છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ઘરની બહાર નિકળવુ મુશ્કેલી બન્યું છે. તો બીજી તરફ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘરમાં પાણી ફરી વળ્યાં છે. રસ્તા પર પાર્ક કરેલા વાહનો નદીના પાણીમાં તણાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. તેવામાં એક દર્દનાક વિડિયો સામે આવ્યો છે. જેમાં એક નવજાત બાળકને તબીબી નિરીક્ષણની જરૂર હોવાથી તેને કંઇ રીતે હોસ્પિટલનો સ્ટાફ અને પરિવારજનો લઇ જઇ રહ્યાં છે તે જોવા જેવું છે.

https://www.facebook.com/share/r/Zv2dCaR1EYvrgbrj/?mibextid=oFDknk


આ વિડિયો જોઇ ચોક્કસ તમારા મનમાં પણ સવાલ ઉભો થશે કે, જો પાલિકા તંત્રએ પ્રિ-મોનસુન કામગીરી ખરેખર કરી હોત તો આવી પરિસ્થિતિ ના સર્જાતી અને વરસાદી પાણી પણ ન ભરાતા. જોકે આજે વડોદરા મહાનગરના પદાધિકારીઓની પોલ ખુલ્લી પડતી અનેક ઘટનાઓ સામે આવી છે. જેમના ખોટા વાયદાઓ અને દેખાડાના કારણે શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.

ત્યારે આ વિડિયોને વાત કરીયે તો, વડોદરા શહેરમાં આજે સવારથીજ અવિરત વરસી રહ્યો છે. ત્યારે શહેરના આર.વી દેસાઇ રોડ ઉપર આવેલી દયા માધવ હોસ્પિટલમાં પાણી ભરાઇ ગયા હતા. ત્યાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. એમને સતત તબીબી નિરીક્ષણ રાખવાની જરૂરીયાત હતી. આવા સમયે આ પ્રસુતિ ગૃહના તબીબે 108ની મદદ લીધી હતી. જોકે એમ્બ્યુલન્સ છેક સુધી જઇ શકે એમ ન હોવાથી હોસ્પિટલના સ્ટાફ અને પરિવારે બાળક પલળે નહીં એ રીતે ઢાંકી 108 સુધી લાવ્યા હતા અને ત્યાંથી તેને સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતુ

author avatar
News Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *