વડોદરામાં વિશ્વામિત્રીમાં પુર ન્હોતું, ભ્રષ્ટાચારી શાસન નું પુર આવ્યું.

શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ માજા મુકી છે, ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે કરવામાં આવતી પ્રિ-મોનસુન કામગીરીની પોલ વધુ એક વાર ખુલ્લી પડી છે. જેના પરિણામે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાની સમસ્યા અને નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરની અંદર પાણી ફરી વળ્યું છે. તો બીજી તરફ ભારે વરસાદને કારણે સ્કૂલમાં ગયેલા બાળકો અને તેમના વાલીઓ બન્નેની હાલત કફોળી બની હતી. જોકે વડોદરા પોલીસ બાળકો અને પાણી ભરાતા રસ્તામાં અટવાયેલા લોકોની મદદે આવી છે. પરંતુ પાલિકાની કોઇ ટીમ મદદ માટે કશે પહોંચી હોય તેવું જોવા મળ્યું નથી.

હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદીની આગાહી કરવામાં આવી છે. ત્યારે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. વડોદરા શહેર અને જિલ્લામાં ધીમીધારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં બપોરે 4 વાગ્યા સુધીમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે હાલ વિશ્વામિત્રી નદી 15 ફુટની સપાટીએ વહી રહીં છે.

વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી વરસી રહેલા વરસાદે વડોદરા શહેરના લોકોને 31 જુલાઇ 2019ના દિવસે ખાબકેલા 22 ઇમચ જેટલા વરસાદની યાદ અપાવી દીદી છે. જોકે બપોરે સુધીમાં વડોદરા શહેરમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હજુ પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે શહેરજનોમાં ફફ઼ાટ ફેલાઇ ગયો છે. એકધારા વરસી રહેલા વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં પાણી આવવાની શરૂઆત થઇ ચૂકી છે.

બીજી તરફ શહેરના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારની વાત કરવામાં આવે તો, આખા વિસ્તારમાં ઠેર ઠેર ઘુટણસમા પાણી ભરાતા લોકો અટવાયા છે. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો પણ ખુબ હાલાકી ભોગવી રહ્યાં છે. તેવામાં સ્કૂલો છુટતા બાળકોને ઘરે પહોંચાડવા માટે ગોરવા પોલીસની ટીમ કામે લાગી છે. આ ઉપરાંત ગેંડા સર્કલ પાસે પાણી ભરાતા ચાલતા લોકોને તેમના સ્થળે પહોંચાડવા માટે પણ ગોરવા પોલીસ દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

author avatar
News Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *