વડોદરામાં વહેલી સવારથી જ જોરદાર વરસાદ પડી રહ્યો છે શહેરના ગોત્રી,સેવાસી,લક્ષ્મીપુરા વગરે વિસ્તારમાં પાણી ભરાયા હતા. હવામાન ખાતાની અતિભારે વરસાદની આગાહીના પગલે વડોદરા મહાનગર પાલિકા દ્વારા નાગરિકોની સાવચેતી અને રાહત માટે દરેક વોર્ડમાં રેસ્ક્યૂ ટીમ તૈયાર કરવામાં આવી છે.અતિભારે વરસાદની આગાહીના પગલે સયાજીબાગ ખાતે નાના પ્રાણીઓ કાચબા, સસલા અને શાહુડીને જેવા પ્રાણીઓેને સુરક્ષિત ડગ્યાએ પિંજરાઓમાં સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
તમામ પિંજરા તથા એંક્લોઝરમાં પ્રાણીઓ માટે ઊંચાઈવાળા પ્લેટફોર્મની વ્યવસ્થા કરવામાં આવી છે. તે સાથે જળાશયોની સપાટીનું સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે,શહેરમાં જો વિશ્વામિત્રી નદીનું સ્તર વધેતો પુર સ્થિતિ ઉભી થઇ શકે તેવી સ્થિતિ ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે.

છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેરમાં 29 વૃક્ષો તૂટી ગયા છે. વૃક્ષો પડતા કાર, ટુ-વ્હીલર મળી 6 જેટલા વાહનોને નુકસાન થયું હોવાના અહેવાલ છે.
શહેરમાં ઠેરઠેર રોડ તૂટી ગયા હોય ખાડાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે અને અકસ્માતના બનાવ વધ્યા છે.