કાનપુર નજીક સાબરમતી એક્સપ્રેસ નાં ૨૨ ડબ્બા ખડી પડતાં ભારે ઉહાપોહ મચી ગયો છે. આ બનાવની મળતી વિગતો અનુસાર વારાણસી થી અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ નો અકસ્માત કાનપુરથી ૧૧ કિલોમીટર દૂર ભીમસેન અને ગોવિંદપુરી સ્ટેશન પાસે મોડી રાતે પોણા ત્રણ વાગ્યે અકસ્માત સર્જાયો હતો.

નોર્થ રેલવે દ્વારા જણાવ્યા અનુસાર બોલ્ડર સાથે અથવાડવાને કારણે અકસ્માત સર્જાયો હતો. જેને કારણે અનેક ટ્રેનના રૂટ પણ બદલવાની ફરજ પડી હતી.

આ અંગે ડી એમ રાકેશકુમાર સિંઘે જણાવ્યું હતું કે અકસ્માતને કારણે કોઈ પણ પ્રકારની જાણ હાની થઈ નથી. ગાડી ની ગતિ ધીમી હોય અને રાત્રે લોકો સૂતા હોવાના કારણે નાની મોટી ઇજા સિવાય કોઈ નો જીવ જોખમ માં નથી.

છેલ્લાં થોડા મહિનાઓમાં ટ્રેન દુર્ઘટના ના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં આ કિસ્સા નો વધુ એક ઉમેરો થયો છે.