Gujarat

ચાણક્યની સ્ટ્રેટેજી:એક બાદ એક ‘હું નહીં લડું ચૂંટણી’ના લેટરો વાયરલ થઈ રહ્યાં છે.

By News Team

November 09, 2022

‘અમે બનાવ્યું ગુજરાત’ બાદ ‘હું નહીં લડું ચૂંટણી’

એકાએક નેતાઓને બ્રહ્મજ્ઞાન નહીં, પણ દિલ્હીનો આદેશ

‘અમે બનાવ્યું ગુજરાત’ની ભવ્ય સફળતા બાદ આજે ભાજપમાંથી ‘હું નહીં લડું ચૂંટણી’નું સૂત્ર વાયરલ થયું છે. ટિકિટ માટે દોડાદોડી કરતાં જૂના જોગીઓને એકાએક બ્રહ્મજ્ઞાન નથી થયું, પણ એવી ચર્ચા છે કે દિલ્હીથી આદેશો છૂટ્યા છે કે સામેથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દો, નહીં તો ટિકિટ નહીં મળે તો રહી સહી આબરૂ પણ વિધાનસભા મતવિસ્તારમાં ગુમાવશો.

એટલે જ એક બાદ એક ‘હું નહીં લડું ચૂંટણી’ના લેટરો વાયરલ થઈ રહ્યાં છે. ભાજપ હાઈકમાન્ડે અસંતોષનો માહોલ ઉભો થાય એ પહેલાં જ નેતાઓ પાસે પત્રો વાયરલ કરાવી સમર્થકોને પણ મૂંઝવી નાખ્યા છે કે નેતાજીને ટિકિટ નથી મળતી તો વિરોધ કરવો કે શું કરવું? કારણ કે સામેથી નેતાઓ જ જાહેરાત કરી રહ્યાં છે કે અમે ચૂંટણી લડવાના નથી. આરસી ફળદુ સહિત એવા 10 મંત્રીઓના નામ જાહેર થયા છે જેઓ સામેથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી રહ્યાં છે, કે થોડીવારમાં કરશે…