રાજેન્દ્ર ત્રિવેદી માત્ર સફળ મંત્રી જ નહિ પરંતુ લોકચાહના માં પણ અવ્વલ !
બધાં ખાતાં હર્ષભાઈ સંભાળશે તો બીજા શું કરશે?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકિય ક્ષેત્રે નવાજૂની જોવા મળી છે. આજે રાજ્યના રાજકારણમાં નાટકીય વળાંક આવ્યો છે. જેમાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, અને પુર્ણેશ મોદી પાસેથી તેમને સોંપેલાં ખાતા લઈ લેવામાં આવ્યા છે. હવે આગળ શું થાય છે તેના પર સૌકોઈ ની નજર રહેલી છે.
વડોદરા સાથે ઓરમાયું વર્તનની પરાકાષ્ઠા: મહેસૂલ વિભાગ ને લાઈન પર લાવનારા રાજુભાઇ ની લોકપ્રિયતા કોને ખૂંચી?
ભુપેન્દ્ર પટેલની સરકારે શપથ લેતા જ વડોદરાથી ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને મહેસુલ વિભાગ અને સુરતથી ધારાસભ્ય પુર્ણેશ મોદીને માર્ગ અને મકાન વિભાગ સોંપવામાં આવ્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદી નાયક ફિલ્મના હીરોની જેમ વિભાગમાં અચાનક રેઇડ કરીને લોકચાહના મેળવી હતી. તો બીજી તરફ પુર્ણેશ મોદી પણ તેમના વિભાગની કામગીરી નિભાવી રહ્યા હતા. તેવામાં આજે સૌના આશ્ચર્ય વચ્ચે બને મંત્રીઓ પાસેથી તેમના ખાતા લઈ લેવામાં આવ્યા છે. જેને કારણે રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી લઈ હર્ષ સંઘવીને મહેસૂલ ખાતું સોંપાયું છે. માર્ગ મકાન વિભાગનું ખાતું પૂર્ણેશ્ મોદી પાસેથી લઈ જગદીશ પંચાલને સોંપાયુ છે. હવે આગળ શુ થશે તેની સૌકોઈને ઇન્તેજારી છે.