239GB ડેટા ચોરી કરનારા પૂર્વ કર્મચારી નવનીત રાજપૂત વિરૂદ્ધ ગુન્હો દાખલ.

નવનીત રાજપૂત કંપનીનો અત્યંત ગોપનીય ડેટા ચોર્યા બાદ કોને વેચવાનો હતો જેવા અનેક પ્રશ્નો ની તપાસ થશે

વડોદરા સ્થિત પૌશક લિમિટેડ કંપનીના સિનિયર મેનેજરે કંપનીના લેપટોપમાંથી રીઝાઈન મુકવાના ત્રણ દિવસ અગાઉ ગુપ્ત અને કંપનીનો ગોપનીય ડેટા હાર્ડ ડિસ્કમાં મેળવી લીધા ની હકીકત કંપની મેનેજમેન્ટની તપાસમાં બહાર આવી હતી . જેમાં કંપનીનાના મહત્ત્વના ઉત્પાદન પદ્ધતીના ડેટા સહિત સિનિયર મેનેજરે મેળવી લીધા હોવાની વાત કંપનીને ધ્યાને આવતા આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવાઈ હતી.

નર્મદા ગરૂડેશ્વર ખાતે રહેતા અંબરીશ ગજાનંન જામ્ભોરકર વડોદરા ગોરવા ખાતે પૌશક લી. એલેમ્બીક સીટીમાં એ.વી.પી.એચ.આર તરીકે નોકરી કરે છે. તેમણે ગોરવા પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની કંપનીમાં સ્પેશીયલ કેમિકલ ઉત્પાદન કરે છે. વર્ષ 2018માં કંપનીમાં નવનીત રાજપુત(રે, લાવ એક્ઝોટિકા, ગોત્રી) ટોટલ ક્લોવિટી મેનેજમેન્ટમાં સિનિયર મેનેજર તરીકે જોડાયો હતો. જોકે થોડાં સમય બાદ નવનીતને કંપનીના પ્લાન્ટમાં ટી.ક્યુ.એમ.એચ.આર આઈ.ટી. એડમીન ડિપાર્ટમેન્ટમાં ચાર્જ અપાયો હતો. ત્યારે કંપનીમાં જે ખાસ કેમિકલ બને છે. તે સમગ્ર ભારતમાં ત્રણથી ચાર કંપની જ તેનું ઉત્પાદન કરે છે. જોકે તે બાદ નવનીતે તા.17 મે મહિનામાં કંપનીમાંથી રાજીનામું મુકી દીધું હતું. તેને કંપનીનું લેપટોપ જમા કરાવતા આઈટી વિભાગે તેનું ચેકિંગ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે, તા.14થી 15 મે સુધી નવનીતે લેપટોપમાંથી 239 જીબીનો ડેટા પાસપોર્ટ નામની એક્સ્ટ્રનલ હાર્ડ ડિસ્કમાં ટ્રાન્સફર કરી લીધો હતો. આ મામલે ગોરવા પોલીસે છેતરપિંડી, ઠગાઈ તેમજ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કંપની નો ગોપનીય રાસાયણિક ડેટા ની ચોરી કરનારા આરોપી સાથે અન્ય કોણ કોણ વ્યક્તિઓ મળેલા છે, તથા આ ડેટા વેંચવા તેમણે કોઈ કંપની નો સંપર્ક કર્યો હતો કે કોઈના કહેવાથી આ ખેલ પાડયો હતો તે અંગે ગોરવા પોલીસ સઘન તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *